Chandrayan Landing Live: ચંદ્રયાન લેન્ડીંગ લાઇવ:
Chandrayan Live youtube: Chandrayan Live Facebook: 23 ઓગષ્ટ ભારત માટે ઇતિહાસ સર્જનારી અને ગૌરવપૂર્ણ હશે. 23 ઓગષ્ટે ચંદ્રયાન-3 નુ સોફટ લેન્ડીંગ ચંદ્ર પર થનાર છે. ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણની આખો દેશ આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. 14 જુલાઇએ ઇસરો દ્વારા હરિકોટા ના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 નુ સફળ લોંચીંગ કરવામા આવ્યુ હતુ. હાલ ચંદ્રયાન તેની નિર્ધારીત ગતિથી આગળ વધી રહ્યુ છે. અને 23 તારીખે સોફટ લેન્ડીંગ કરનાર છે.
Chandrayan Landing Live
Table of Contents
Chandrayan Landing Live
ચંદ્ર થી કેટલુ છે દૂર ?
ચંદ્રયાન મિશન કોણે તૈયાર કર્યું?
chandrayan Landing Live Telecaste
અગત્યની લીંક
ચંદ્રયાન ક્યારે સોફટ લેન્ડીંગ કરનાર છે ?
Chandrayan Landing Live શેના પર કરવામા આવનાર છે ?
23 ઓગષ્ટ તમામ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે. જ્યારે ચંદ્રયાન-3 નુ ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરનાર છે. ચંદ્રયાન ના આ સોફટ લેન્ડીંગ ની પ્રક્રિયા સાંજે અંદાજીત 5:27 વાગ્યે થી શરૂ થશે. જેનુ ઇસરો દ્વારા યુ ટયુબ, ફેસબુક પેજ અને વેબસાઇટ ના માધ્યમથી લાઇવ ટેલીકાસ્ટ થનાર છે. તમામ દેશવાસીઓને અને શાલા કોલેજોમા વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ ક્ષણ લાઇવ નિહાળવા ઇસરો તરફથી અપીલ કરવામા આવી છે. ચાલો ત્યારે જાણીએ Chandrayan Landing Live કઇ રીતે નિહાળશો.
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) – ઈસરોના ડિરેક્ટર નિલેશ એમ.દેસાઇએ કહ્યું હતુ કે 23 ઓગસ્ટે ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડીંગના બે કલાક પહેલા અમે લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને તે સમયે ચંદ્ર પરની સ્થિતિના આધારે સમીક્ષા કરવામા આવશે અને નક્કી કરવામા આવશે કે તે સમયે ચંદ્રયાનને સોફટ લેન્ડીંગ કરાવવુ યોગ્ય છે કે નહીં. જો કોઈ સ્થિતિ કે ફેક્ટર અનુકૂળ નહી હોય તો 27 ઓગસ્ટે ચંદ્રયાનને સોફટ લેન્ડીંગ કરાવવાનો નિર્ણય કરવામા આવશે. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં કોઈ સમસ્યા નહી હોય અને અમે તેને સરળતાથી દૂર કરી શકીએ છીએ.
यह भी पढे: PUC Download online: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો
ચંદ્ર થી કેટલુ છે દૂર ?
ઈસરોએ એવી માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરનાર છે. લેન્ડર હાલમાં ચંદ્રની સપાટી પર સલામત ઉતરાણ કરવા માટે સપાટ જમીનની શોધી રહ્યુ છે. લેન્ડર ચંદ્ર પર એવી જગ્યાની શોધમાં છે જ્યાં બોલ્ડર્સ અને ખાઈઓ નથી. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટીથી માત્ર 25 કિમી જેતૅલુ જ દૂર છે. જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવશે તો ભારત આવું કરનારો પ્રથમ દેશ બની જશે. અને તે ક્ષણ દરેક દેશવાસી માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે.
આ પણ વાંંચો: Somnath Live Darshan: પવિત્ર શ્રાવણ માસમા કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઘરેબેઠા
ચંદ્રયાન મિશન કોણે તૈયાર કર્યું?
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના અગ્રણી અને નિષ્ણાંત વૈજ્ઞાનિકો એ સાથે મળીને ચંદ્રયાન મિશન તૈયાર કર્યું છે. જેમાં ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ અને તેમની નિષ્ણાંત વૈજ્ઞાનીકોની ટીમ સામેલ છે. ચંદ્રયાન-3 પ્રોજેક્ટના ડિરેક્ટર અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડિરેક્ટર પણ આ ટીમનો એક હિસ્સો છે. ચાલો તેમના વિશેમાહિતી મેળવીએ.
એસ સોમનાથઃ ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગયા વર્ષે જાન્યુઆરીમાં સ્પેસ એજન્સીનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ ભારતના ચંદ્ર મિશનમાં સામેલ સૌથી અગ્રણી વ્યક્તિ કહી શકાય. ISROના અધ્યક્ષ બનતા પહેલા, સોમનાથ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે. ચંદ્રયાન ઉપરાંત, સૂર્ય પર મોકલવામાં આવેલ આદિત્ય-L1 અને ગગનયાન (ભારતનું પ્રથમ માનવ મિશન) મિશન પણ તેમની દેખરેખ હેઠળ ચાલી રહ્યા છે.
પી વીરમુથુવેલઃ ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલ છે. તેમને 2019માં ચંદ્રયાન-3 માટે ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. વીરમુથુવેલ ઈસરોના મુખ્ય કાર્યાલયમાં ‘સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસ’માં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
chandrayan Landing Live Telecaste
23 ઓગષ્ટે ચંદ્રયાન ના લેન્ડીંગની પ્રક્રિયા ઇસરો દ્વારા લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે. જે ઇસરોની યુ ટયુબ ચેનલ, ફેસબુક પેજ, ઇસરો વેબસાઇટ અને દુરદર્શન ચેનલ પરથી લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે.
અગત્યની લીંક
Chandrayan Landing Live જુઓ યુ ટયુબ પર અહિં ક્લીક કરો
23 ઓગષ્ટે ચંદ્રયાન ના લેન્ડીંગની પ્રક્રિયા ઇસરો દ્વારા લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે. જે ઇસરોની યુ ટયુબ ચેનલ, ફેસબુક પેજ, ઇસરો વેબસાઇટ અને દુરદર્શન ચેનલ પરથી લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે.
Read More »