Search This Website

Monday 19 June 2023

Rath Yatra 2023 LIVE: જગન્નાથ રથ યાત્રા લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પોહચી જગન્નાથજીની રથયાત્રા?

 Rath Yatra 2023 LIVE: જગન્નાથ રથ યાત્રા લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પોહચી જગન્નાથજીની રથયાત્રા? 


Rath Yatra 2023 LIVE Updates: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને સંબંધિત તમામ અપડેટ્સ, રિયલ ટાઇમ માહિતી, દિવસભરના મહત્વના સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ જાણવા માટે આ વેબસાઈટને સતત રિફ્રેશ કરતા રહો.

Ahmedabad Rath Yatra 2023 LIVE Updates: આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (146 Jagannath Rathyatra) છે. જગતના નાથ જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથ સાથે નવા રથમાં નગરચર્યાએ નીકળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સવારે 4.00 કલાકે મંગળા આરતી કરશે, જ્યારે સવારે 4.30 કલાકે મહાભોગ (ખીચડીભોગ) ધરાવાશે. સવારે 5.30 થી 6.00 ભગવાનને રથમાં વિરાજીત કરાશે.

રથયાત્રા શુભારંભની પહિન્દ વિધિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના શુભ હસ્તે રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે. શ્રી જગન્નાથજી મંદિરના પ્રાંગણમાંથી સવારે 7.05 કલાકે રથયાત્રા નીકળશે અને પરંપરા મુજબ નગર પરિક્રમા કરી સાંજે 8.30 કલાકે નિજ મંદિર પરત આવશે.

જગન્નાથજીની 146 મી જાજરમાન રથયાત્રા

જગન્નાથ રથ યાત્રા લાઈવ અહીં ક્લિક કરો

Ratha Yatra (Puri) જગન્નાથનું મુખ્ય મંદિર ઓડિશાના પુરીમાં આવેલું છે. પૂરી ખાસ કરીને રથયાત્રા કે રથજાત્રા માટે પ્રખ્યાત થયેલું છે. આ રથયાત્રા અષાઢ મહિનામાં એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે જૂન અથવા જુલાઈમાં નીકળે છે. જગન્નાથપુરી ની રથયાત્રા ને સૌથી વધુ જૂનો અને સૌથી મોટો હિન્દુઓનો રથ ઉત્સવ માનવામાં આવે છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ખૂબ જ મોટી રથયાત્રા નીકળે છે. તેમજ કૃષ્ણ મંદિરમાં અનેક જગ્યાએ નાની મોટી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ તહેવારમાં ત્રણ દેવતાઓનો સમાવેશ થાય છે એક તો ભગવાન જગન્નાથ,એક તેઓના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા. આ ત્રણેય ભગવાનને રથમાં બેસાડી, ગામમાં ફેરવી અને ગુંડે મંદિરમાં લાવવામાં આવે છે. આ નાના મંદિરમાં તેઓ એક અઠવાડિયા સુધી નિવાસ કરે છે, ત્યારબાદ તેઓને જગન્નાથ મંદિરમાં ફરીથી પધરામણી કરાવવામાં આવે છે.

અમદાવાદ રથયાત્રાના આકર્ષણો

18 શણગારેલા ગજરાજો
101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
18 ભજન મંડળીઓ
3 બેન્ડબાજા
1200 જેટલા ખલાસી ભાઇઓ
2000 જેટલા સાધુ સંતો
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા અનુસંધાને અમદાવાદ પોલીસનું જાહેરનામું અમદાવાદના 27 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અમદાવાદ રથયાત્રા કેટલા વાગે ક્યાં સ્થળે પહોંચશે? – Ahmedabad Rath Yatra 2023 Timings and Route

સવારે 7-05 મંદિરથી રથયાત્રાનો શુભારભ થશે
સવારે 9-00 મ્યુનિસિપલ કોર્પોરેશન
સવારે 9-45 રાયપુર ચકલા
સવારે 10-30 ખાડીયા ચાર રસ્તા
સવારે 11-15 કાલુપુર સર્કલ
બપોરે 12-00 સરસપુર
બપોરે 1-30 સરસપુરથી પરત ફરશે
બપોરે 2-00 કાલુપુર સર્કલ
બપોરે 2-30 પ્રેમ દરવાજા
બપોરે 3-15 દિલ્હી ચકલા
બપોરે 3-45 શાહપુર દરવાજા
બપોરે 4-30 આર સી હાઇસ્કુલ
સાંજે 5-00 ઘી કાંટા
સાંજે 5-45 પાનકોર નાકા
સાંજે 6-30 માણેકચોક
સાંજે 8-30 નીજ મંદિર પરત
જગન્નાથ રથ યાત્રા લાઈવ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

No comments:

Post a Comment