દૂરદર્શનના આ એન્કર હાલ કોને યાદ છે? ક્લીક કરીને જૂઓ અત્યારે કેવા દેખાય છે એક વખતના સુંદર ચહેરાઓ
દૂરદર્શનનું નામ આજના ચકમક ઝરાવતા આધુનિક મીડિયાના યુગમાં લેવામાં આવે તો યાદ શું આવે? સૌથી પહેલાં તો સમાચાર વાંચતા એ રિપોર્ટરો યાદ આવે કે જેની સૌમ્યતા, મૃદુતા અને કોમળ ધીમો અવાજ આપણને દિવસમાં નિયત સમયે અવશ્ય સંભળાતો!આજે તો મીડિયા કેટલી હદે વિસ્તરી ચૂક્યું છે! પણ એ સાથે જ એમાં કૃત્રિમતા પણ પ્રવેશી ચૂકી છે. રંગરોગાનવાળા સ્ટુડિયો, ભાષા પર કન્ટ્રોલ ન રહે એ હદે દહાડતા રિપોર્ટરો, સ્ટુડિયોમાં થતાં દેમાર વાક્યુધો અને લોકોનું ધ્યાન સતત આકર્ષિત રહે એ માટે નાનકડી વાતને પણ ભયાવહ મ્યુઝિક આપીને પ્રસ્તુત કરવાની પરંપરા…!આ બધું આજે હદ વટાવી ચૂક્યું છે ત્યારે યાદ આવે છે ૧૯૮૦-૯૦ના દસકાની એ દૂરદર્શન અને એના એ એન્કરો, જેઓના સમાચારો સાંભળવાની ખાસ્સી મજા પડતી. આજે વાત કરવી છે દૂરદર્શન પર અગાઉ ખબરો વાંચતા એ ઘરઘરમાં પ્રખ્યાત એન્કરોની. તેઓ આજે કેવી સ્થિતીમાં છે? કેવા દેખાય છે? એ વાત પણ અહીં જાણી લો :
(1) સલમા સુલ્તાન —
યાદ આવે છે પોતાની આગવી પધ્ધતિથી સાડી પહેરીને આવતી અને ડાબા કાનની પાછળ સફેદ ગુલાબ રાખનારી સલમા સુલ્તાન? જૂના જમાનાની પેઢીને યાદ જ હશે. સલમાના પહેરવેશની ‘સિગ્નેચર સ્ટાઇલ’ કદી ભૂલી ના શકાય. ૧૯૮૪માં વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની હત્યા થઈ એના પહેલા ખબર સલમા સુલ્તાને આપેલા.
સલમાએ ૧૯૯૭ સુધી દૂરદર્શનમાં રિપોર્ટર-એન્કર તરીકે કાર્ય કર્યું. એ પછી તેમણે પોતાના પ્રોડક્સન હાઉસમાં દૂરદર્શન પર પ્રસારિત થનારી કેટલીક સિરીયલો પણ બનાવી. ‘પંચતંત્ર’, ‘સુનો કહાની’ અને ‘સુર મિલે મેરા તુમ્હારા’ જેવી સિરીયલો તેમણે દિગ્દર્શિત કરેલી.
(2) નીતિ રવિન્દ્રન —
દૂરદર્શન પર અંગ્રેજી સમાચારો વાંચનાર નીતિ રવિન્દ્રનનું અંગ્રેજી ઉપરનું પ્રભુત્વ લોકોને આજે પણ યાદ હશે. અંગ્રેજી શબ્દોનું એકદમ સટીક ઉચ્ચારણ અને મધુર અવાજ નીતિની હંમેશા માટેની ઓળખાણ છે. ૧૯૯૭માં ભારતની આઝાદીની સુવર્ણજયંતિ વખતે ભારતીય વિદેશ મંત્રાલય માટે ‘આઝાદીના પચાસ વર્ષ’ નામક એક અંગ્રેજી ડોક્યુમેન્ટરી બનેલી, જેમાં નીતિએ જ અવાજ આપેલો. આ ડોક્યુમેન્ટરીને પુરસ્કાર પણ મળેલો.
આજકાલ નીતિ રવિન્દ્ર શોર્ટ-ફિલ્મો અને ડોક્યુમેન્ટરીઓમાં વોઇસ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે.
(3) શમ્મી નારંગ —
૧૯૮૨ના વર્ષમાં દસ હજાર પ્રતિયોગીઓને પાછળ છોડીને દૂરદર્શનમાં જગ્યા મેળવનાર શમ્મી નારંગ ખરા અર્થમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. સમાચારવાચક તરીકે તેમના ઉચ્ચારણોની શુધ્ધતા અને સટીક આરોહ-અવરોહ વડે તેઓએ કાયમ માટે યાદ રહી જનાર કામ કર્યું હતું. મેટ્રોલોજીકલ એન્જીનીયરીંગમાં તેઓ અનુસ્નાતક હતા. ઘણી જગ્યાએ વોઇસ આર્ટિસ્ટ તરીકે તો ક્યાંય ઇન્સટન્ટ રાઇટર તરીકે પણ કામ કર્યું. લાર્સન એન્ડ ટ્રુબો કંપની માટે માર્કેટિંગ પ્રોફેશનલ પણ રહ્યા (આ કંપનીએ જ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બાંધી છે).
દૂરદર્શનમાં વીસેક વર્ષ કામ કરીને તેઓ હાલ વોઇસ આર્ટિસ્ટ વગેરે જગ્યાએ કોઈને કોઈ પ્રકારે હાથ અજમાવતા રહે છે. દિલ્હીમાં પહેલો ડિજીટલ સ્ટુડિયો ખોલવાનો શ્રેય તેમને ફાળે જાય છે. આજે દિલ્હી મેટ્રો સહિત ભારતની જયપુર, હૈદરાબાદ જેવી મોટા ભાગની મેટ્રોમાં યાત્રીઓ માટે જે સૂચનાઓ આપવામાં આવે છે એ શમ્મી નારંગનો જ અવાજ છે!
(4) મંજરી જોષી —
રસાયણવિજ્ઞાન સાથે સ્નાતક મંજરી જોષીને પણ દૂરદર્શન જોનારા લોકો જાણતા જ હશે. આજે તે વોઇસ આર્ટ વગેરે ફિલ્ડમાં બાળકોને શિક્ષણ આપી રહી છે.
(5) શોભના જગદીશ —
કદાચ દૂરદર્શન પરની સૌથી લોકપ્રિય સમાચારવાચિકા! એમની સાદાઈભરી સુંદરતા, નિશ્વિત ઢબથી પહેરેલી સાડી અને માથા પર કરેલ ચાંદલાની સાથે તેમના સ્પષ્ટ સમાચારવાચનના લોકો દિવાના હતા. આજે પણ લોકોને શોભના જગદીશનો ચહેરો યાદ હોવાનો જ!
(6) નીલમ શર્મા —
નીલમ શર્માએ ૧૯૯૫થી લઈને ૨૦ વર્ષ સુધી સતત ડીડી ન્યૂઝ સાથે કામ કર્યું હતું અને એક એન્કરનાં રૂપમાં પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી હતી. પોતાની બોલવાની આગવી છટા અને શબ્દશુધ્ધિની પણ સચોટતાને પરિણામે સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમોમાં પણ તેને હોસ્ટિંગ માટે બોલાવવામાં આવતા.
ડીડી ન્યૂઝ પર આવતા શો ‘તેજસ્વિની’ અને ‘બડી ચર્ચા’થી તેમને ઘણી પ્રસિધ્ધી મળી હતી. ૨૦૧૨માં તેમણે ‘મહારાષ્ટ્ર ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી – સ્કૂલ ઓફ ગવર્મેન્ટ’ પુણે દ્વારા આયોજીત ‘ભારતીય છાત્ર સાંસદ’નું હોસ્ટિંગ પણ કર્યું હતું.
નીલમ શર્માને હજુ માર્ચ મહિનામાં જ ૨૦૧૮નું નારી શક્તિ સમ્માન રાષ્ટ્રપતિશ્રીના હસ્તે મળ્યું હતું. લોકમતથી મળેલી માહિતી પ્રમાણે તે કેન્સરથી સફર કરી રહ્યા હતા.
પોતે જ પોતાના નામની જાહેરાત કરી! —
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના અવસરે માર્ચ, ૨૦૧૯ના રોજ ૨૦૧૮ના વર્ષનો નારી શક્તિ સમ્માન કાર્યક્રમ યોજાયો હતો. એના એન્કર તરીકે નીલમ શર્મા હતાં, તેમણે ખુદે જ બીજાં નામોની જાહેરાત કરતા, પોતાના નામની પણ જાહેરાત કરી હતી. લિસ્ટમાં તેનું નામ પણ હતું! એ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમણે એવોર્ડનો સ્વીકાર કરેલો.
આર્ટિકલ ગમ્યો હોય તો આપના મિત્રો સાથે લીંક શેર કરી દેશો. અને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા કે તમારા ફેવરીટ એન્કર કોણ હતા આમાંથી, ધન્યવાદ!
No comments:
Post a Comment